યુપીના ગોરખપુરના એક ગામમાં યજ્ઞ અને કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. થયું એવું કે અચાનક એક હાથી ગામમાં ચાલતા એ યજ્ઞથી ડરી ગયો અને તેને ત્યાં જ ભીષણ તાંડવ મચાવ્યું હતું. જે કોઈ તે સમયે હાથીની સામે આવ્યું તેને હાથીએ કચડી નાખ્યો.
સીએમ યોગીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ગોરખપુરમાં હાથીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખની રાહત રકમ આપવાની સૂચના આપવામાં આવી છે.