નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભુજ આશાપુરા મંદીર ખાતે એક અલૌકીક ઘટના જોવા મળી છે.આ ઘટનાની જાણ મંદીરના પુજારી જનાર્દનભાઇ દવેને થતા તેમણે તુરંત જ જાણ કરી હતી.
મંદીરના પુજારી જનાર્દનભાઇ દવેએ જણાવ્યુ હતું કે ગત તા.30ના રોજ રાત્રે તેઓ નીજ મંદીરમાં નવરાત્રી નીમીતે તૈયારી કરતા હતા અને માતાજીની મુર્તીના સિંદુરના વાઘા, નેત્ર વિગેરે તૈયારી કરી લીધી અને ત્યારબાદ તેમના મોટાપુત્ર ગણપતીજીને વાઘા ધરાવતા હતા ત્યારે ડાબી બાજુની મુર્તીનો નથનો આખો ભાગ હલબલ્યો અને તુરંત જ તેમના પુત્ર તેમને જાણ કરી અને મુર્તીને જોતા નથનો ભાગ આખો છુટો પડી ગયો હતો.અને માતાજીના મુળ સ્વરુપના દર્શન થયા.આજે આ ઘટનાની જાણ થતા જ મોટીસંખ્યામાં દર્શનાર્થીઓ ભુજ મંદીરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભુજનું આશાપુરા મંદીર ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલુ છે.કચ્છના મહારાઓ ખેંગારજી પહેલાએ 476 વર્ષ પહેલા ભુજની ખીલી ખોડી ત્યારે આ મંદીરની સ્થાપના કરવામાં આવી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …