લોકો કેટલાંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરતા રહે છે અને જ્યારે કેટલાંકમાં તે લાંબા સમય સુધી કોઈ લેવડ-દેવડ કરી શકતા નથી. જો કોઈ ખાતામાં 2 વર્ષ સુધી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવતું નથી તો તે ઈનઓપરેટિવ થઈ જાય છે. બેંકના અનેક ગ્રાહકોની ફરિયાદ હોય છે કે હાલના કેટલાં મહિનાથી તેમણે ખાતામાં કોઈ ટ્રાન્જેક્શન કર્યુ નથી. જેના કારણે તેમનું એકાઉન્ટ ઈનઓપરેટિવ કે બંધ થઈ ગયું છે. ખાતું ત્યારે શરૂ થશે જ્યારે તમે બેંકમાં જઈને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ આપશો. કેટલાંક જરૂરી અપડેશન અને પૂછપરછ પછી જ તમારું એકાઉન્ટ ફરીથી શરૂ થઈ શકશે. તેના માટે તમારું લેટેસ્ટ કેવાયસી અપડેટ પણ કરવું પડે છે.
બેંકની પોલિસી અનુસાર જો એક નક્કી સમય સુધી ખાતામાં લેવડ-દેવડ થતી નથી તે નિષ્ક્રિય કે ઈનઓપરેટિવ કરી દેવામાં આવશે. બેંક એકાઉન્ટ હોલ્ડરના ફોન પર મેસેજ કરીને આ વાતની જાણકારી આપે છેકે તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
બેંક તરફથી પાસબુક કે રૂલબુકમાં તેની જાણકારી આપવામાં આવે છે. બની શકે કે અલગ-અલગ ખાતા માટે નિયમ અલગ હોય, પરંતુ એક નક્કી નિયમ જરૂર છે.