દિલ્હીના વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટરમાં શનિવારે (25 મે) મોડી રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં છ નવજાત બાળકોનાં મોત થયાં હતાં. 6ને બચાવી લેવાયાં છે. તેમાંથી એક વેન્ટિલેટર પર છે. 5 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.ફાયર ઓફિસરે કહ્યું કે તેમને રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ બાજુના રહેણાક મકાનમાં પણ ફેલાઈ હતી. આ ઈમારતમાંથી 11-12 લોકોને બચાવી લેવાયા છે.બેબી કેર સેન્ટરમાં આગની ઘટનાના ત્રણ કલાક બાદ શાહદરા વિસ્તારમાં રહેણાક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે શાહદરાના આઝાદ નગર પશ્ચિમમાં બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી બપોરે 2.35 કલાકે મળી હતી.કોલ મળ્યા બાદ પાંચ ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. સાંકડી ગલીઓના કારણે ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જો કે આગ કાબૂમાં આવી હતી. બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હતા. દરેકને બચાવી લેવામાં આવ્યા હતા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …