મહારાષ્ટ્રના પૂણેમાં ગૂગલ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે. આ ગૂગલ ઓફિસ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે ઓફિસમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી મુંબઈ પોલીસે પુણે પોલીસને આપી હતી. આ મામલે કાર્યવાહી કરતી વખતે પોલીસે હૈદરાબાદના એક વ્યક્તિની અટકાયત કરી છે.
