ટિક ટોક અને યાહૂએ છટણીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર ટિક ટોક ઈન્ડિયાએ 40 કર્મચારીઓના સંપૂર્ણ સ્ટાફને નોકરીથી કાઢી મૂક્યો છે. આટલું જ નહીં કંપનીએ તમામ કર્મચારીઓને પિંક સ્લિપ પણ આપી દીધી છે.
ટિક ટોકે કર્મચારીઓને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ કંપનીનો છેલ્લો દિવસ રહેશે. અહેવાલ અનુસાર કંપનીને એમ પણ કહ્યું કે કાઢી મૂકાયેલા કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપવામાં આવશે.