દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપી વ્યક્તિ મુંડકાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. હજુ સુધી આરોપી પકડાયો નથી. આરોપીનું નામ જય પ્રકાશ જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ મોડી રાત્રે પોલીસને ફોન કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી.
