દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી-૨૦૨૩ સોમવારે સવારે ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહૂતિ આપના શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા અને આખા દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ બે મીનીટ પુરતી બંધ રાખવામાં આવશે.
૩૦મીએ શહીદ દિને સવારે ૧૧ કલાકે સમગ્ર કચ્છમાં બે મીનીટ મૌન પાળવા અને કામકાજ તેમજ વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે. જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.૫૯ કલાકે એક મીનીટ માટે એટલે કે ૧૧ કલાક સુધી સાયરન કે તોપ ફોડી બે મીનીટ મૌન પળાશે અને બે મીનીટ બાદ એટલે કે ૧૧.૦૨ થી ૧૧.૦૩ વાગ્યા સુધી સાયરન ફરીથી વાગતા રાબેતા મુજબ કામકાજ શરૂ કરવું. જે સ્થળોએ સાયરન કે સંકેતની વ્યવસ્થા ન હોય ત્યાં ૧૧ કલાકે બે મીનીટ મૌન પાળવા સબંધિતોને જાણ કરવા આદેશો બહાર પાડવાના રહેશે તેવું નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા દ્વારા જણાવાયું છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …