આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત ગામના તલાટી, સરપંચશ્રી, નાગરીકોને વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા યોજના, એનઆરએલએમ વગેરે જેવી વિવિધ યોજનાની માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન વિનોદ ભાનુશાલી તથા આભારવિધી સચીન પંડયાએ કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયતના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ટીડીઓશ્રી વજેસિંહ પરમાર, શાસકપક્ષના નેતા મામદ જત હાજર રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …