લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા છે. તમામ મકાનનો કાટમાળ દૂર કરવામાં લાગ્યા છે. સુરક્ષાના પગલાં તરીકે આસપાસની ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે. આ ઘટના સરોજની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની છે.ટ્રાન્સપોર્ટ નગરમાં ભારે વરસાદ બાદ હરમિલાપ ટાવરનો ડાબો ભાગ ધરાશાયી થયો. હાલ, NDRF અને રાજ્ય પોલીસની ટીમ દ્વારા બચાવ અભિયાન ચાલુ છે, જે ધરાશાયી થયેલા ભાગમાં પ્રવેશવા માટે ગેસ કટરનો ઉપયોગ કરી રહી છે. અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિના મોતની માહિતી છે. તેમજ અંદર ફસાયેલા અન્ય લોકોને બચાવવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …