ગાંધીનગરના ચીલોડા-હિંમતનગર હાઈવે પર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની 900 પેટી ઝડપાઈ

 આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ચીલોડા પોલીસે નાકાબંધી કરી વાહન ચેકિંગ દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ટ્રકમાં મકાઈ – ચોખાની બોરીઓ નીચે સંતાડીને અમદાવાદ લઈ જવાતો રૂ. 30.53 લાખની કિંમતના વિદેશી દારૂની 900 પેટીઓ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 48.82 લાખનો મુદામાલ જપ્ત કરી ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરનાં ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડ્રસન અસારી સહિતની ટીમ ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલની સામે હાઇવે પર નાકાબંધી કરી હિંમતનગર તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. એ દરમ્યાન મળેલી બાતમીના આધારે વધુ કડક નાકાબંધી કરી દઈ દઈ બાતમી મુજબની ટ્રકની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી.ત્યારે બાતમી વાળી ટ્રક હિંમતનગર તરફથી આવતી દેખાતા તેને ઈશારો કરીને ઉભી રખાવી દેવાઈ હતી. બાદમાં ટ્રકમાં સવાર ડ્રાઈવર ક્લીનરની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જયદિપ રાજાભાઈ કોડીયાતર (રબારી)(રહે,સંજયનગર દરગાહની પાછળ જુનાગઢ મુળ રહે. પસવારી તા.કુતિયાણા જી. પોરબંદર) તેમજ કારાભાઇ કરમટા (રહે.કુતીયાણા રબારી કેયડા તા.કુતીયાણા, પોરબંદર) હોવાનું જણાવ્યું હતું.

આરોપીઓને સાથે રાખી પોલીસે તપાસ કરતાં ટ્રકની ટ્રોલીનાં ભાગે કાળી તાડપત્રી રસીથી બાંધેલી હતી. જે અંગે તેઓએ ખુલાસો કર્યો હતો કે, ટ્રકમાં મકાઈના કટ્ટા છે. જે અંગેના બિલ પણ પોલીસને આપ્યા હતા. તેમ છતાં પોલીસે શંકાના આધારે તાડપત્રી હટાવીને ટ્રકની તલાશી લેતાં મકાઈ અને ચોખાના કુલ 360 બોરીઓ નીચે સંતાડેલ વિદેશી દારૂનો 900 પેટીઓ શોધી કાઢી હતી. આથી બંનેની કડકાઈથી પૂછતાંછ કરતાં ઉક્ત દારૂનો જથ્થો બાલુભાઈ નામના ઈસમે ટ્રક આપી હતી. આ દારૂનો જથ્થો બાલુંભાઈ અને જુનાગઢના ધીરેન કારીયા, મનુભાઈ નામના બુટલેગરોએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?