રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. તો નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે