અન્ય દેશોમાં રહેતા ભારતીયો માટે પણ શરૂ કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, NRIs હવે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરો દ્વારા પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે.
NRI એ UPI દ્વારા ચુકવણી કરવા માટે તેમના બિન-નિવાસી બેંક (NRE/NRO) એકાઉન્ટને UPI સાથે લિંક કરવાની જરૂર રહેશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને તેની તૈયારી માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. માત્ર છ વર્ષમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં યુપીઆઈ દ્વારા 12 લાખ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હતા.
NRE એકાઉન્ટ એટલે કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કે જે અન્ય દેશોમાં રહેતા ભારતીયોને તેમની કમાણી વિદેશમાંથી ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. જ્યારે NRO એકાઉન્ટ એટલે કે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ કે જે ભારતમાં તેમની કમાણીનું સંચાલન કરવામાં મદદ કરે છે. UPI દ્વારા, તેઓ હવે આ ખાતાઓમાંથી જ પેમેન્ટ કરી શકશે.
UPI દ્વારા પેમેન્ટ સુવિધા 10 દેશોમાં રહેતા NRIs માટે શરુ કરાશે. તેઓ હવે આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને UPI પેમેન્ટ પણ કરી શકશે. આ દેશોમાં સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટન વગેરેનો સમાવેશ થાય છે.