ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો)ના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે પહેલી વાર જોશીમઠની સેટેલાઈટ તસ્વીરો જાહેર કરી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, જોશીમઠ શહેર કેવી રીતે ધસી રહ્યું છે. આ તમામ તસ્વીરો કાટરેસૈટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવી છે. હકીકતમાં જોઈએ તો, જોશીમઠમાં જમીન ધસ્યા બાદ ઘરો અને રસ્તા પર મોટી મોટી તિરાડો પડી રહી છે, જેનું દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે. જોશીમઠ જમીન ધસવાના કારણે કેટલીય સેટેલાઈટ તસ્વીરો હૈદરાબાદના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે
ઈસરોએ જાહેર કરેલી જોશીમઠની સેટેલાઈટ તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જોશીમઠનો ક્યો ભાગ જમીનમાં સરકી જશે. આ તમામ તસ્વીરો કાટરેસૈટ-2એસ સેટેલાઈટથી લેવામાં આવી છે. ઈસરોએ પોતાની સેટેલાઈટથી જોશીમઠની ત્રાસદીનું નીરિક્ષણ કર્યું છે, જેની તસ્વીર ખૂબ જ ડરામણી છે. ઈસરોએ સેટેલાઈટ તસ્વીર જાહેર કરી છે, તેમના અનુસાર તો આખુ જોશીમઠ જમીનમાં સમાઈ જશે. તસવીર જે પીળા કલારનું માર્ક કરેલું છે, જે સેંસેટિવ ઝોન છે. આ પીળા ઘેરામાં આખુ શહેર આવે છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, જેમ કે આખુ શહેર જમીનમાં સમાઈ જવાનું હોય. ઈસરોના આર્મી હેલીપેડ અને નૃસિંહ મંદિરને પણ માર્ક કર્યું છે. આ રિપોર્ટ ઈસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે.