ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજનાર છે. જે અન્વયે તાલુકાની જાહેર જનતાએ પોતાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં અરજીના સ્વરૂપના પ્રશ્નો લેખિતમાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ,તાલુકા સેવા સદન ભુજ કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા મામલતદારશ્રી ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
