ફ્રેન્ચ સંસદ સભ્ય સેન્ડ્રિન રુસોએ જે પુરુષો રસોડા અને ઘરનું કોઈ કામકાજ કરતા નથી તેમને સજા થવી જોઈએ. તો થોડા દિવસ પહેલાં વર્લ્ડ કપમાં ભાગ લેતી ફ્રેન્ચ સોકર ટીમને ‘બુઝદિલ’કરાર આપ્યો હતો.
આ પાછળનું કારણ એ છે કે, ખેલાડીઓએ LGBTQ+ અભિયાનને ટેકો આપ્યો ન હતો. થોડા વર્ષોમાં સેન્ડ્રિન રુસોએ સમગ્ર ફ્રાન્સમાં લોકપ્રિય બની ચુકી છે. તેમની માગણીઓ, વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
થોડા દિવસ પહેલાં જ તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે પુરુષોને જવાબદાર ઠેરવ્યા હતા. કારણ કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ રેડ મીટ ખાય છે અને રેડ મીટપર્યાવરણને નુકસાન પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવે છે.
સેન્ડ્રિનને તેના પતિ સાથે મળીને એક સંશોધન પેપર લખ્યું હતું. આ રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે કે, પુરુષો મહિલાઓની સરખામણીએ માત્ર 30% સમય ઘરના કામકાજમાં વિતાવે છે. આ પછી સેન્ડ્રિને એક નવી ઝુંબેશ શરૂ કરી છે. તેમણે માગ કરી હતી કે જે લોકો રસોડા અને ઘરના અન્ય કામમાં મદદ નથી કરતા તેમને સજા થવી જોઈએ. તેણીએ મહિલાઓના આળસુ બનવાના અધિકાર માટે પણ ઝુંબેશ ચલાવી હતી.