સિનેમા હોલના માલિકોને એ અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાનું લાવતા અટકાવી શકે. જમ્મુ-કાશ્મીર મલ્ટિપ્લેક્સના માલિકોએ 18 જુલાઈ, 2018ના રોજ હાઈકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ફિલ્મ જોનારાઓને સિનેમા હોલની અંદર બહારનું ખાવાનું લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
હાઈકોર્ટને નિર્ણયને ફગાવતા ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેંચે કહ્યું કે, “સિનેમા હોલ તેના માલિકની ખાનગી સંપત્તિ છે. જ્યાં સુધી તે જાહેર હિત, સલામતી અને કલ્યાણની વિરુદ્ધ ન હોય ત્યાં સુધી આવા નિયમો અને શરતો નક્કી કરવાનો માલિકને અધિકાર છે.