શ્રીનગર/જમ્મુ, તા. 2 જુલાઈ:
ભગવાન શિવની પ્રાચીન ગુફા સુધીની શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી ભરેલી અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વખતે યાત્રીઓનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ફક્ત 3.25 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જયારે ગયા વર્ષે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા.
પહેલગામ આતંકી હુમલાનો પ્રભાવ
22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલાએ લોકોના મનમાં સુરક્ષાને લઈને ભય પેદા કર્યો છે. સામાજિક કાર્યકર રાકેશ કૌલ જણાવે છે કે તેઓ યાત્રા પર જવાની તૈયારીમાં છે, પરંતુ આ વખતે સતર્કતા વધારે રાખી છે. એમનું માનવું છે કે સરકાર અને સુરક્ષા દળો સંપૂર્ણ રીતે સજ્જ છે, પરંતુ યાત્રીઓએ પણ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
યાત્રા માટેના બે માર્ગ: પહેલગામ અને બાલતાલ
પહેલગામ રૂટ
લંબાઈ: 48 કિમી
સમય: 3 થી 5 દિવસ
વિશેષતા: પરંપરાગત માર્ગ, ચઢાણ ઓછી, પણ લાંબો માર્ગ
શરૂ થવાનું સ્થાન: પહેલગામ (શ્રીનગરથી 92 કિમી)
બાલતાલ રૂટ
લંબાઈ: 14 કિમી
સમય: 1 થી 2 દિવસ
વિશેષતા: ટૂંકો અને ઝડપી, પણ સીધું અને જોખમી ચઢાણ
શરૂ થવાનું સ્થાન: બાલતાલ (શ્રીનગરથી 95 કિમી)
યાત્રા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ઓનલાઈન નોંધણી: www.shriamarnathjishrine.com
બેંકો મારફતે રજિસ્ટ્રેશન: PNB, SBI, Jammu & Kashmir Bankની ચૅનીલ્સ દ્વારા
આવશ્યક દસ્તાવેજો: ઓળખપત્ર, મેડિકલ સર્ટિફિકેટ (Compulsory Health Certificate), પાસપોર્ટ સાઈઝ ફોટો
રજિસ્ટ્રેશન ફી: ₹150 (લગભગ)
રોકાવાની વ્યવસ્થા અને ખર્ચ
રોકાવા માટે લંગર અને કેમ્પ: બેઝ કેમ્પ અને માર્ગમાં વિવિધ NGO અને તીર્થધામ સંસ્થાઓ દ્વારા ભોજન અને રહેઠાણ ફ્રી ઉપલબ્ધ
હોટલ ખર્ચ: શ્રીનગર અથવા જમ્મુમાં ₹1000-₹3000 પ્રતિ રાત્રિ
યાત્રાનો અંદાજિત કુલ ખર્ચ: ₹5000 થી ₹10000 (ફેરફાર યાત્રાના સમયમાં અને વાહન વ્યવસ્થાન મુજબ)
સુરક્ષા વ્યવસ્થા
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા CRPF, BSF, પોલીસ સહિતના સુરક્ષા દળો તૈનાત
CCTV મોનિટરિંગ, ડ્રોન નજર અને મોબાઈલ પેટ્રોલિંગ
તબક્કાવાર યાત્રા નિયંત્રણ માટે તમામ શ્રદ્ધાળુઓ માટે RFID કાર્ડ ફરજિયાત

