Breaking News

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે

૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે
:મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો:
———–
વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
——-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૫-૨૬ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૪ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂ.૨ કરોડની ગ્રાન્‍ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીના આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ વધારાની રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય ૫૦ લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?