વણઉકેલાયાં પ્રશ્નો મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું છેકે તે તારીખ 17મીથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પાડશે. આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે, ટેકનિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી.ખાતાકીય પરિક્ષાનો પ્રશ્ન હજુય યથાવત રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓ ધરણાં કર્યા, દેખાવો કર્યાં. માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યો તેમ છતાંય સરકારના પેટનું પાણી હાલતું નથી. જ્યારે હડતાળ પાડવામાં આવે ત્યારે સરકારના મંત્રીઓ ખાતરી આપો છે, પણ અત્યાર સુધી અમલ કરાયો નથી.ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંધે નક્કી કર્યું છે કે, 17મી માર્ચથી રાજ્યના 25 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે. સરકાર સમક્ષ પોતાની માંગો રજૂ કરશે.
