ટૂંક સમયમાં આપને સેટ ટોપ બોક્સથી છુટકારો મળી શકે છે. માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું કે, 200થી વધારે ચેનલ સુધી આપવાની માટે ટેલીવિઝન સેટમાં નિર્માણના સમયે જ સેટેલાઈટ ટ્યૂનર લગાવાની કોશિશ થઈ રહી છે.
આ ઉપક્રમમાં દર્શકોને દૂરદર્શનની ફ્રી ડિશ વિના કાર્યક્રમ જોવાની સુવિધા મળશે. તેમણે કહ્યું કે, ફ્રી ડિશ પર સામાન્ય મનોરંજન ચેનલનો ખૂબ વિસ્તાર થયો છે. જેનાથી કરોડો દર્શકોને આકર્ષિત કરવામા મદદ મળી છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મે મારા વિભાગમાં એક નવી શરુઆત કરી છે. જો આપ ટેલીવિઝનમાં બિલ્ટ ઈન સેટેલાઈટ ટ્યૂનર છે, તો અલગ સેટ ટોપ બોક્સ રાખવાની જરુરિયાત નથી. રિમોટના એક ક્લિક પર 200થી વધારે ચેનલ સુધી પહોંચી શકશો.
જો કે, મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલામાં હજૂ નિર્ણય લેવાનો બાકી છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠાકુર ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્ર લખ્યો હતો કે, ટેલિવિઝન નિર્માતાઓએ ઔદ્યોગિક માપદંડ બ્યૂરો દ્વારા નિર્મિત ઉપગ્રહ ટ્યૂનર માટે માપદંડો અપનાવવાનો નિર્દેશ જાહેર કર્યો છે.