નખત્રાણા શહેરના નવા નગર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીના બોરમાં ખામી સર્જાતા વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત બન્યો છે.આકરી ગરમીમાં પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે. પાણીના અવાડા ખાલી જોવા મળી રહ્યા છે. પશુઓ તરસ્યા મોઢે પાછા ફરી રહ્યા છે. સ્થાનિક માલધારીઓએ આ સ્થિતિ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે.વિશેષ ચિંતાનો વિષય એ છે કે જ્યારે પાણી આવે છે, ત્યારે ઉપલા વિસ્તારમાં કલાકો સુધી પાણીનો બગાડ થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નીચાણવાળા વિસ્તાર સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું છે.નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. લોકોએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે.
