ભુજ
ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે ત્યારે આ વધતા જતા બનાવો વચ્ચે ભુજમાં પણ એક બનાવ બનવા પામેલ છે.જેમાં કુરીયર એજન્ટ તરીકે ઓળખ આપીને પાર્સલમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓ આવી હોવાનું જણાવીને ક્રાઇમબ્રાન્ચના ઓફીસર તરીકે ખોટી ઓળખ આપીને બધી પ્રોપર્ટી વેરીફાઇ કરીને એનઓસી આપવાની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી ચારલાખ પીસ્તાલીસ હજાર રુપીયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરી હોવાનો બનાવ બનવા પામેલ છે.આ અંગે ભાવેશ્વર નગરમાં લહેતી 34 વર્ષીય મહીલા રીમાબેન વિકાસ મહેતાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ તા.30-12 થી તા.4-1 દરમ્યાન તેમને એક મોબાઇલ નંબર પરથી કુરીયર એજન્ટ તરીકેની ઓળખ આપીને ફરીયાદીના આધારકાર્ડ નંબર પર એક પાર્સલ આવેલું હોવાનું અને તેમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓ હોવાની હકીકત જણાવવામાં આવી હતી ત્યારબાદ અન્ય એક નંબર પરથી વોટસઅપ વિડિયો કોલ કરીને ક્રાઇમબ્રાન્ચના ઓફીસર તરીકે ખોટી ઓળખ આપીને ફરીયાદીને વિશ્વાસમાં લઇને તેમની બધી પ્રોપર્ટી વેરીફાઇ કરીને એનઓસી આપવાની લાલચ આપી તેમની પાસેથી પ્રથમ યુપીઆઇથી આઇસીઆઇસીઆઇ બેન્કના એકાઉન્ટમાંથી 95,000 અને ત્યારબાદ આરટીજીએસથી બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી 3,50,000 એમ કુલ્લ રુપીયા 4,45,000 ટ્રાન્સફર કરાવીને ફરીયાદી પાસેથી ટ્રાન્સફર કરાવેલ રુપીયા પરત નકરીને વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ છે.ભુજ શહેર બી બીડીવીઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
