વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચના થી પૂર્વ કચ્છ એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા તથા સ્ટાફ ના માણસો સાથે રાપર તાલુકાના બાદરગઢ વાડી વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા ત્યારે મળેલી બાતમીના આધારે બાદરગઢ ના મેઘમેડી વાડી વિસ્તારમાં વાડી મા રહેતા વિપુલ નાગજી અખિયાણી કોળી પાસે હાથ બનાવટની દેશી બંદૂક છે તેવી માહિતી મળતા એલસીબી ના માણસો એ તપાસ આરંભી આરોપી ને બંદુક સાથે પકડી પાડયો હતો અને રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપી ને વધુ તપાસ અર્થે રાપર પોલીસ ના હવાલે કરવામાં આવ્યો હતો એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા તથા પીએસઆઈ એમ.વી જાડેજા સામતભાઈ બરાડીયા રાજેશ પરમાર પ્રકાશ આહિર વિગેરે જોડાયા હતા
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …