Breaking News

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી

વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે.

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?