લાયસન્સ વગર શેરબજારની લે-વેંચનો ધંધો કરી છેતરપીંડી કરતા શખ્સો ઝડપાયા

ખેરાલુ પો.સ્ટે વિસ્તાર ડભોડા ચોકડી આશાપુરા કિરાણા સ્ટોર્સ આગળથી શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલ માણસોને ખોટા નામે કોલ કરી શેર બ્રોકર હોવાનુ જણાવી શેર બજારમાં વધુ પૈસા કમાઇ આપવાની લાલચ આપી પોતે ઉપયોગ કરતા બેન્ક એકાઉંટમાં પૈસા નંખાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ કરેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિહ યાદવ સાહેબ(IPS) ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી. ડૉ તરૂણ દુગ્ગલ સાહેબ(IPS) નાઓએ મહેસાણા જીલ્લામાં સ્ટોક બજારનુ કોઇપણ લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ઇસમો શોધી કાઢી આવી પ્રવુતિ નેસ્તનાબુદ કરવા અંગે અમો જે.જી.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મહેસાણાનાઓને સુચના કરેલ,જે સુચના આધારે અમોએ એલ.સી.બી.સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી મહેસાણા જીલ્લામાં સ્ટોક બજારનુ કોઇપણ લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ઇસમો ઉપર વોચ રાખી બાતમી મેળવી કેસો કરવા અંગેના પ્રયત્નો હાથ ધરેલ,જે અંગેની કામગીરીમાં PSI શ્રી જે.એમ ગેહલાવત તથા PC સંજયકુમાર વેલજીભાઇ, PC ભૌતિકકુમાર કાનજીભાઇ, PC દિનેશકુમાર હીરાભાઇ, PC કિર્તીસિંહ ભમ્મરસિંહ, વિગેરે માણસો ખેરાલુ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન મળેલ હકીકત આધારે ડભોડા ચોકડી પાસે આવેલ આશાપુરા કિરાણા સ્ટોર્સ આગળથી ઠાકોર અરવિંદજી સુરસંગજી રહે- ડભોડા કેશરપુરા તા-ખેરાલું જી-મહેસાણાવાળાને પોતાની પાસે સ્ટોક એક્સેન્જનુ કોઇપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઇલથી લોકોના કોન્ટેક નંબર મેળવી લોકોનો કોન્ટેક કરી પોતાના મોબાઇલ ફોનમાં માર્કેટ પલ્સ(Market Pulse) એપ્લીકેશન રાખી જેમાં શેરબજારના ભાવની વધઘટ જોઇ શેર બજારમાં વધુ કમાઇ આપવાની ટીપ્સ આપી લોકો પાસે શેરની લે- વેચ નો ધંધો કરાવી જેનુ કમીશન મેળવી ભારત સરકાર ને આર્થીક નુકશાન પહોંચાડી છેતરપિંડી કરી ગેર કાયદેસર પ્રવૃતી કરતા હોય તેમજ સેબીના નિયમોનું ઉલ્લંઘન કરી કરતા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ કોન્ટેક નંબર લખેલ આખા કાગળ નંગ-૦૯ કિ.રૂ.૦૦/00 મળી કુલ રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ (૧) ઠાકોર જાલુજી સુરસંગજી (૨) ઠાકોર જીવણજી ગાંડાજી (3) ઠાકોર વિપુલજી પથુજી રહે-ત્રણે-ડભોડા તા-ખેરાલું વાળાઓ હાજર નહી મળી આવેલ હોઇ જે બાબતે ખેરાલુ પો.સ્ટે જા.જોગ રજી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?