અંબાજી ખાતે વહેલી સવારે 6 કલાકે દિવાલ ધરાશાયી થઈ હતી. અંબાજી શક્તિ ભવન ધર્મશાળાની દિવલ ધરાશાયી થવા પામી હતી. ધર્મશાળાની દિવાલ પાછળ રહેલી રેસીડેન્સી એરિયામાં દિવાલ પડી હતી. પાછળ રહેલી કોલોની પાવર સપ્લાય મેન પાવર ડીપીના ઉપર ધરાશાયી થવા પામી હતી. દિવાલ ધરાશાયી થતા ડીપીમાં ભડાકો થયો હતો.ડીપીની ઉપર દિવાલ ધરાશાયી થતા ડીપીમાં ભડાકો થયો હતો. ઘટનાની જાણ થતા યુજીવીસીએલની ટીમ ઘટનાં સ્થળે દોડી આવી હતી. સદનસીબે મોટી દુર્ઘટનાં ટળી હતી. આવનારા સમયમાં ધર્મશાળાની અન્ય પણ દીવાલો જર્જરિત હોઈ ધરાશાયી થઈ શકે છે. શક્તિ ધર્મનાં સંચાલકોએ જૂની દિવાલ ઉપર નવો કોટ બાંધ્યો હતો. ધર્મશાળામાં નવું બાંધકામ થઈ રહ્યું છે.
