કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડો પરથી પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે અન્ય 5 ભાવિકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો 2 મહારાષ્ટ્રના અને 1 ઉત્તરાખંડના રહેવાશી છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓમાં 3 ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે. આ દૂર્ઘટના કેદારનાથ પદયાત્રી માર્ગ પર ચિરબાસા ખાતે થયો હતો. આ માહિતી રુદ્રપ્રયાગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે આપી છે.જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સવારે લગભગ સાડા સાત વાગે માહિતી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેદારનાથ યાત્રાના માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતા આ ઘટના બની અને જેના કારણે કેટલાક મુસાફરો કાટમાળ નીચે દટાયા છે. આ માહિતી મળતા જ NDRF, DDRF, YMF અને પ્રશાસનની ટીમો સહિત યાત્રાના રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …