ઈઝરાયલની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કટ્ટરપંથી યહુદીઓ રોષે ભરાયા છે. રસ્તા પર ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓએ પણ સામાન્ય યહૂદીઓની જેમ સેનામાં ફરજિયાત સેવા આપવી પડશે. આ સિવાય તેમને સરકાર દ્વારા આપવામાં આવતી કોઈ વિશેષ સુવિધા આપવામાં આવશે નહીં. અત્યાર સુધી, કટ્ટરવાદી યહૂદીઓ માટે લશ્કરી સેવા ફરજિયાત નથી.સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે યુવા યહુદી પુરુષોને પણ સેનામાં ભરતી કરવી જોઈએ. યેશિવામાં ભણતા યુવાનો આ નિર્ણય સામે વિરોધ દર્શાવી રહ્યા છે. તેઓ કહે છે કે આનાથી તેમના ધાર્મિક જીવન પર અસર પડશે અને તેઓ ધર્મ પાળી શકશે નહીં. ઇઝરાયેલની સુરક્ષા માટે તેમનું આધ્યાત્મિક જીવન અને પૂજા જરૂરી છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …