હાર્ટ અટેકને લઇને NCRBનો રિપોર્ટ, ભારતમાં હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યામાં 12 ટકાનો વધારો
2021ની સરખામણીમાં 2022માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે
‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો’ (NCRB)ના નવા રિપોર્ટ અનુસાર, 2021ની સરખામણીમાં 2022માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022 માં હાર્ટ અટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જે ગયા વર્ષે નોંધાયેલા 28,413 મૃત્યુ કરતા ઘણા વધારે છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે કોવિડ-19 પછી હાર્ટ અટેકના કારણે મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. ઘણા સંશોધનોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને કારણે હાર્ટના ફંક્શનને ખૂબ અસર થઈ છે. માહિતી અનુસાર, વર્ષ 2022માં અચાનક મૃત્યુનો દર પણ વધ્યો છે. વર્ષ 2022માં અચાનક મૃત્યુનો કુલ આંકડો ઘણો આશ્ચર્યજનક છે. અચાનક મૃત્યુની સંખ્યા 56,450 છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ચિંતાજનક રીતે વધી રહેલા વલણને દર્શાવે છે.