અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના કેન્ટકીમાં શનિવારે એક ઘરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, ગોળી ચલાવનાર શકમંદ પાછળથી તેના ઘરેથી ભાગી જતાં માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે, પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કારનો પીછો કર્યો અને આ દરમિયાન શંકાસ્પદની કાર ખાડામાં પડી ગઈ જેના કારણે તેનું મોત થઈ ગયું.શહેરના પોલીસ વિભાગે જણાવ્યું કે, જ્યારે પોલીસ સવારે 2.50 વાગ્યે ફ્લોરેન્સના એક ઘરમાં પહોંચી ત્યારે સાત લોકોને ગોળી વાગી હતી. તેમણે જણાવ્યું કે ચાર લોકોના મોત થયા છે. આ તરફ ત્રણ લોકોને ગંભીર હાલતમાં સિનસિનાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું કે, ભાગતી વખતે શંકાસ્પદની કાર રોડ છોડીને ખાડામાં પડી હતી. મેલેરીએ જણાવ્યું કે,ઘરના માલિકના પુત્રની બર્થડે પાર્ટી માટે અહીં લોકો એકઠા થયા હતા. આ ફાયરિંગમાં ઘરના માલિકે જીવ ગુમાવ્યો હતો. રિપોર્ટ અનુસાર તપાસ દરમિયાન એવું લાગે છે કે 20 વર્ષનો શંકાસ્પદ પાર્ટીમાં આવનાર લોકોને પહેલાથી જ ઓળખતો હતો, પરંતુ તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …