આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને દેશની પશ્ચિમી છેડે આવેલા સરહદી કચ્છ જિલ્લાના સમુદ્રી કાંઠેથી માદક પદાર્થના પેકેટ મળવાનો સીલસીલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે અબડાસા તાલુકાના જખૌ
દરિયાઇ વિસ્તાર સ્થિત સીંધોળી બીચ ખાતેથી મરીન કમાન્ડો અને પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી હાલતમાં એક પ્લાસ્ટિક પેક કોથળો મળી આવ્યો હતો. આ કોથળા ની તપાસ કરતા તેમાંથી નાર્કો પ્રોડક્ટ લખેલા
ચરસના પેકેટ મળી આવ્યા હતા. સુરક્ષા તંત્રએ આ પેકેટને આગળની તપાસ માટે જખૌ મરીન પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે ગત 8 જૂનથી શરૂ થયેલો માદક પદાર્થના પેકેટ મળવાનો
સીલસીલો લગાતાર ચાલુ રહેવા પામ્યો છે.
આ અંગે સુરક્ષા તંત્ર તરફથી જાહેર કરાયેલી વિગતો મુજબ કચ્છમાં હેરોઈ તેમજ ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ
વિસ્તારોમાંથી ચરસ તેમજ હેરોઇન પેકેટ સતત મળી રહ્યા છે. આજે જખૌ મરીન સેકટર લીડર ડીવાયએસપી આર.એમ.ચોધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ બીડી મારું, ટીમ અને ઇન્ચાર્જ કેસી પટેલ હેડ કોન્સ્ટેબલ અરવિંદ
રોજાસરા, લાખા ડાભી, મરીન કમાન્ડો ભાવેશ જોઠવા, શૈલેષ ચૌહાણ, જયપાલસિંહ જાડેજા, ચમન ધરજીયા, મહેશ ચૌહાણ, સાથે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન સિધોડી બીચ
કોસ્ટલ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક શંકાસ્પદ કોથળો દ પાણીમાં તણાઈ આવેલો મળી આવ્યો હતો. તેની તપાસ કરતા તેમાંથી કેફી પદાર્થના 10 પેકેટ ચરસના મળી આવ્યા હતા. આ પેકટોને જખૌ પોલીસ સ્ટેશનમાં
જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …