પંજાબના ફતેહગઢ સાહિબમાં આજે સવારે લગભગ 4 વાગ્યે બે માલગાડીઓ અથડાઈ હતી. તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. આ દુર્ઘટનામાં માલસામાન ટ્રેનના બે લોકો પાયલોટ ઘાયલ થયા હતા, જેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માત ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં થયો હતો તેવો જ હતો. તે અકસ્માતમાં બીજી ટ્રેન આવી અને રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભેલી ટ્રેનને ટક્કર મારી હતી. આ ટક્કર દરમિયાન ત્રીજી ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી, તે પણ અકસ્માતનો શિકાર બની હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 293થી વધુ લોકોનાં મોત થયા હતા અને 1,000થી વધુ લોકો ઘાયલ થયા હતા.ફતેહગઢ સાહિબમાં થયેલા આ અકસ્માતની રૂપરેખા સમાન છે, પરંતુ ધીમી ગતિના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
