રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગનું માનીએ તો હજી પણ ગુજરાતમાં આકરી ગરમી પડશે. હાલ અમદાવાદનું તાપમાન 45.9 ડિગ્રી અને ગાંધીનગરમા 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આગાહી મુજબ આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.
