આણંદપર(યક્ષ)
કચ્છમાં જયાં જુવો ત્યાં પવનચક્કીઓ જોવા મળી રહ્યા.તેમાં તો ભુજ તાલુકાના કુરબઈ ગામની ચારેતરફ પવનચક્કીઓ જોવા મળી રહી છે.કચ્છમાં પવનચક્કીઓના પાંખિયા તૂટવાનો સીલસીલો અવિરત યથાવત રહ્યો છે.ગત તા.૨૪/૭/૨૪ના રોજ ભુજ તાલુકાના કુરબઈ અને વિરાણી નાની વચ્ચે કુરબઈ ગામથી એક કિલોમીટરના અંતર પર સાંજના ચાર વાગ્યાની આસપાસ પવનચક્કીનું પાખીયું અધવચ્ચેથી તૂટીને નીચે પટકાયું હતું.સદભાગ્યે ત્યાં કોઈ હાજર ના હોવાથી મોટી જાન હાની ટળી હતી.અહીં ગૌચર જમીન હોવાના કારણે પશુ પાલકો પોતાના પશુઓને ચરાવવા આવતા હોય છે.સદભાગ્યે પવનચક્કીનું પાંખ તૂટ્યું ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું.
કુરબઈ ગામ નજીક પચીસથી ત્રીસ પવનચક્કીઓ આવેલી છે.તે પણ ગૌચર જમીનમાં આવેલી હોવાથી પશુપાલકોને પોતાના પશુઓને ચરામણ કરવા મુશ્કેલીઓ પડી રહી છે.તેમજ ત્યાં ચરાવવા જાય તો તેમના માથે ખતરો હોય છે.આ કુરબઈ ગામે હજુ પણ પવનચક્કીઓ લગાડવામાં આવી રહી છે.આ ગામ પવનચક્કીઓ વચ્ચે વસેલું હોય એવું લાગી રહ્યું છે.કચ્છમાં પવનચક્કીઓ તૂટવાના અવારનવાર કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે જાણકારો કહેવા પ્રમાણે પવનચક્કીઓમા જે મેન્ટેનન્શ થવુ જોઈએ એ સમયસર ના થવાના કારણે છાસવારે આ બનાવો અવારનવાર બની રહ્યા છે.
કચ્છમાં અવારનવાર પવનચક્કીઓ આગ લાગવી,અવારનવાર તેના પાંખો તુટી પડવા સહીતના કિસ્સાઓ જોવા મળતા હોય છે.લોકોની માંગણી છે કે આવી કંપનીઓ બેદરકાર છે.લોકોને જોખમમાં મૂકી રહી છે.તેની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ.જેથી કરીને મોટી જાન હાની થતા અટકે.