જાનને રોકીને અજાણ્યા શખ્સો દુલ્હનને ઉઠાવી ગયા

ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 5 થી 6 જેટલા અજાણ્યા ઇસમો દ્વારા વરરાજાની ગાડીને રોકીને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.

ભાઠીવાડા ગામના વરરાજા અમલીયાર રોહિત કુમાર બાબુભાઈએ જણાવ્યું હતું કે, ‘બપોરે 1.30 વાગે જાન લઈને સાલાપાડા ગામે ગયા હતા સાત થી આઠ વાગ્યા સુધી ફેરા ફરી અમે પરત ફર્યા હતા ત્યારે નવાગામ ચોકડી નજીક આશરે 20થી 25 જેટલા અજાણ્યા બાઈક ચાલકોએ હથિયાર સાથે અમારી ગાડીને આંતરી હતી અને કહ્યું કે, તમે માણસ મારીને આવ્યા છો, ઠોકીને આવ્યા છો તેવું કહીને ગાડી રોકી હતી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી હતી. ગાડીમાંથી મારી પરિણીત પત્નીને ખેંચીને બહાર કાઢી લીધી હતી એમની પાસે બાઈક હતી જેમણે મારી પત્નીને બેસાડી લઈ ભાગી ગયા હતા’. વરરાજા તરફથી ચાર નામજોગ બીજા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અપહરણ ગુનાહિત કાવતરું ગુનો દાખલ કરવામાં આવેલ છે.અગાઉ પણ દુલ્હન અપહરણની પહેલી ઘટના ઘટી ચૂકી છે

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?