કચ્છ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી તો રાહત મળી છે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે પાકોને વ્યાપક નુકસાન થયું છે.
એમાં પણ કેરીનો સોથ વળી ગયો છે. વાવઝોડા સાથે વરસાદથી આંબા પરથી મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વિ.કે.હુંબલે ચંચળન્યુઝ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે ખેડુતોને જે નુકશાની
ગઇ છે તેનો તાત્કાલીક સર્વે કરાવીને ખેડુતોને યોગ્ય વળતર આપવું જોઇએ.ખાસ કરીને વર્ષમાં બે ત્રણ વખત આ પ્રકારની પરીસ્થિતિ ઉદભવે છે ત્યારે ખેડુતો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય છે.સરકારે ખેડુતો અને કીશાનસંઘને સાથે
રાખીને તાત્કાલીક સર્વે કરી ખેડુતોને સહાય ચુકવવા વિ.કે.હુંબલે માંગણી કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …