છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર પરીણામ મેળવેલ છે.ધો.10માં કુલ 11 જેટલા વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે.આ ઉપરાંત શાળાનું પરીણામ
પણ સો ટકા આવેલ છે.શાળાના ટ્રસ્ટી પંકજભાઇ મહેતા અને શાળાના આચાર્ય કવિતાબેન બારમેડાએ આનંદની લાગણી વ્યક્ત કરી વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.