રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે પવન ફૂંકાવવાની અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે અને ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે માહિતી આપવામાં આવી છે.અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની વકી છે. આજે વલસાડ, નવસારી, ડાંગ સહિતમાં વરસાદ પડી શકે છે.
રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, આવતીકાલે નર્મદા, છોટાઉદેપુર સહિતમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સુરત, દમણ, વડોદરા સહિતમાં વરસાદની વકી છે.રાજ્યમાં દક્ષિણ અને મધ્યના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આવી જ આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ આગાહી કરાઇ છે.
આ સાથે જ અમદાવાદના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે. ખાસ કરીને આગામી 14મી તારીખે શહેરમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના છે. જ્યારે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવવાની સાથ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.