ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે. કચ્છ જિલ્લાનું પરિણામ છેલ્લી 4 પરીક્ષા કરતા અભૂતપૂર્વ 85.31 ટકાના ઊંચા સ્તરે નોંધાયું છે. જે ગત વર્ષ કરતા 16.6 ટકા ઊંચું રહ્યું છે. જિલ્લામાં કુલ 18,856 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમાં 18741 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમાં 85.31 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. નોંધનીય છે કે 423 છાત્રો એવન કક્ષાએ અને 1992 છાત્રો એ2ની કક્ષાએ ઉત્તીર્ણ થયા છે.
ગત વર્ષે 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ 14 જેટલી જ હતી જ્યારે આ વર્ષે 100 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.તો ગત વર્ષે 30 ટકાથી ઓછા પરિણામવાળી 23 શાળાઓ હતી જ્યારે આ વર્ષે 5 જેટલી શાળાઓએ 30 ટકાથી ઓછું પરિણામ મેળવ્યું છે.
કેન્દ્ર વાર પરીણામ આ મુજબ છે
આદિપુર: 86.93 ટકા
અંજાર: 82.79 ટકા
ભુજ: 89.48 ટકા
કોઠારા: 72.73 ટકા
ગાંધીધામ: 83.58 ટકા
માંડવી: 88.04 ટકા
ભચાઉ: 83.25 ટકા
રાપર: 86.45 ટકા
નખત્રાણા: 84.75 ટકા
નલિયા: 79.14 ટકા
પાનધ્રો: 80.50 ટકા
મુન્દ્રા: 86.10 ટકા
ખાવડા: 64.50 ટકા
ગઢશીશા: 82.70 ટકા
દયાપર: 72.70 ટકા
માધાપર: 91.22 ટકા
કોડાય પુલ: 93.70 ટકા
કેરા: 89.23 ટકા
ભુજપુર: 86.30 ટકા
ભુજોડી: 91.81 ટકા
માનકુવા: 90.54 ટકા
કોટડા: 85.38 ટકા
આડેસર: 77.32 ટકા
સામખિયાળી: 78.82 ટકા
ઢોરી: 86.88 ટકા
મોથાળા: 90.07 ટકા
બિદડા: 86.14 ટકા
કટારીયા: 89.10 ટકા
વિથોણ: 86.16 ટકા
રતનાલ: 86.42 ટકા
કુકમા: 91.22 ટકા
ફતેહગઢ: 91.02 ટકા
ગાગોદર: 77.71 ટકા
મનફરા: 70.35 ટકા
લાકડીયા: 68.99 ટકા
બાલાસર: 98.44 ટકા
ઝરપરા: 95.16 ટકા