આજે પૂર્વ કચ્છના રાપર તાલુકાના આડેસરની પોલીસ દ્વારા ભીમાસર ગામેથી રહેણાંક મકાનમાં છુપાવેલો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભારતિય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 738 બોટલ સાથે આરોપીને ઝડપી લેવાયો હતો.આડેસર પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સૂચના હેઠળ ગેરકાયદેસર પ્રોહિબિશન-જુગારની બદી નેસ્તનાબુદ કરવા કાર્યરત આડેસર પોલીસ અને સ્ટાફના પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભીમાસર ગામના હરદેવસિંહ દિલુભા વાઘેલાના કબ્જાના રહેણાંક મકાનમાંથી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. રૂ. 1 લાખ 12 હજાર 80ની કિંમતની વિવિધ બ્રાન્ડની કુલ 738 બોટલ જપ્ત કરી મજકુર ઇસમ વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ તળે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પ્રો. પીએસઆઇ સીએમચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.