રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું . કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. થોડા સમયે પહેલા જ વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. વલ્લભ કથીરિયાએ 18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો.
તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.