નવી દિલ્હી: કતરમાં બંધક ઈન્ડિયન નેવીના 8 પૂર્વ જવાનોને હેમખેમ સ્વદેશ પાછા લાવવામાં આવ્યા બાદ ભારતને એક રાજદ્વારી સફળતા મળી છે. ઇઝરાયલ સાથે જોડાયેલ પોર્ટુગીઝ કાર્ગો જહાજ પર સવાર 5 ભારતીય નાગરિકોને ઇરાને મુક્ત કર્યા છે. નવી દિલ્હી તરફથી આ ભારતીય નાગરિકોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે તેહરાનને 5 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા તેની જાણકારી ભારતીય દૂતાવાસના અધિકારીઓએ આપી હતી.
જોકે, ઇરાને પોર્ટુગીઝ કાર્ગો જહાજ MSC ઇરિઝના ક્રુ મેમ્બરને પણ મુક્ત કરવામાં આવ્યા છે. ઇરાને 13 એપ્રિલના રોજ આ કાર્ગો શિપને પોતાના તાબા હેઠળ લીધું હતું. પોર્ટુલગના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુક્ત કરવામાં આવેલા લોકોમાં 5 ભારતીય નાગરિકો સાથે એક ફિલિપિન્સ અને એક એસ્ટોનિયાઇ નાગરિકનો સમાવેશ થાય છે. આ કાર્ગો જહાજના ઇઝરાયલ સાથેના જોડાણ હોવાને કારણે ઇરાને આ કાર્ગોને બંધી બનાવ્યું હતું. પોર્ટુગલે મુક્ત કરાયેલા કાર્ગો ક્રૂ મેમ્બરનું સ્વાગત કર્યું હતું.