કેનેડા સેટલ્ટ થવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો ચેતી જવાની જરૂર છે. કારણ કે, કેનેડા સરકાર તરફથી સંકટના સમાચાર મળ્યા છે. કેનેડા સરકાર જલ્દી જ સ્ટુડન્ટ વિધા પર મર્યાદા લગાવવાની વિચારણા કરી શકે છે.
કેનેડાના નવા હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે સોમવારે જણાવ્યું હતું કે, કેનેડિયન સરકાર રહેણાંક સ્થળોની વધતી કિંમતોને ધ્યાને રાખીને છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણ રાખવા અંગે વિચાર કરી શકે છે.
કેનેડા સરકારના ડેટા અનુસાર, વર્ષ 2012 માં કેનેડા સરકારે 2 લાખ 75 હજાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાથી એન્ટ્રી આપી હતી. પરંતું વર્ષ 2022 માં એકાએક આ સંખ્યામાં વધારો થયો. કેનેડામાં બહારથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 લાખને પહોંચી ગઈ છે. તઆ કારણે કેનેડાના માર્કેટ પર અને નોકરીની વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે.
જોકે, સ્ટુડન્ટ વિઝા ઓછા આપવા પર કેનેડા સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતું જો આ સંખ્યામાં વધારો થયો તો સરકાર વહેલી તકે કોઈ નિર્ણય લઈ શકે છે.
આશરે 39.5 મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ 2025માં રેકોર્ડ 5,00,000 નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે