ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકોના માથા પર બોજો ઝીંકાશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બીલમાં 25 પૈસા વધારા સાથેનું બિલ

ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોના માથા પર હવે લાઈટબિલમાં વધારો ઝીંકાશે. વીજળી બિલમાં ફરી યુનિટ દીઠ 25 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે લોકોએ વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. ખાનગી વીજ ઉત્પાદકોના લાભાર્થે યુનિટે 25 પૈસા વધતા હવે 1.65 કરોડ ગ્રાહકો પર દર મહિને 250 કરોડનો બોજો આવશે.

ગુજરાત વીજ નિયમન પંચે ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ એફપીપીએની ફોરમ્યુલા હેઠળ ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ 25 પૈસા વધારે લેવાની મંજૂરી આપી છે. ત્યારે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બીલમાં 25 પૈસા વધારા સાથેનું બિલ ભરવા માટે તૈયાર રહો. આમ, કુલ વધારા સાથે યુનિટ દીઠ એફપીપીઓ વધીને 3.35 થઈ ગયા છે.

 

About chanchal bhuj bhuj

Check Also

ગુજરાતમાં સાત દિવસ પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »