રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનું જોર જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે ગુજરાતની વધારે નજીક પહોંચી રહી છે. રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ વચ્ચે તાપમાનમાં મોટો ફેરફારની સંભાવના ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે
અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે આગામી 7 દિવસના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, 3-4 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દિવસો દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી