આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેના બાદ 16 થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. તો આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી એવી છે કે, અમદાવાદ સહિત ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, દાહોદ, બોટાદ અને છોટાઉદેપુરમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. તો અન્ય કેટલાક જિલ્લોમાં હળવા વરસાદની આગાહી છે.
ગુજરાતમાં 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.