યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ ડાકોર મંદિર બહાર ભરાયા વરસાદી પાણી મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદી માહોલ બોડેલીના રાજખેરવા રોડ પર ભરાયા પાણી
હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી તથા ઉત્તર ગુજરાતના દાહોદ અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિત આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદની સંભાવનાઓ સાથે તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.