કચ્છમાં ખાણખનીજ ખાતાની ધાક બેસાડતી કામગીરી, એક કરોડનો મુદામાલ જપ્ત

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
કચ્છ જીલ્લામાં ગેરકાયદે ખનીજનું પરિવહન અને ઉત્ખનન કરતા હોય તેવા કીસ્સામાં મદદનીશ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ખનીજચોરી પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મદદનીશ નિયામક ફ્લાઇંગસ્ક્વોડની કચેરી દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનીજની ચોરી જેવા કીસ્સામાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે.ફ્લાઇંગસ્કવોડને મળેલી બાતમીના આધારે ખાનગી વાહનથી આકસ્મીક તપાસ દરમ્યાન મુન્દ્રા તાલુકાના કપાયા ગામના નદી પટ્ટમાં તપાસ કરતા એક્ષ્કેવેટર , ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી સાદી રેતી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.જેમાં પાંચ વાહનો સાથે 70 લાખનો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે.
આ ઉપરાંકત આજે સવારે ભુજ શહેરના એરપોર્ટ રોડ પર બિનઅધીકૃત રીતે સાદી માટીનું ખનન કરતા એક લોડર, એક ડમ્પરને પકડી પાડીને 30 લાખનો મુદામાલ સિઝ કરવામાં આવેલ છે.આમ બે દિવસમાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા એક કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.

You may also like

Leave a Comment