સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વારાફરતી એક સાથે 5 કારમાં આગ ભભૂકતા લોકોમાં થોડો સમય માટે ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક આવી પહોંચી હતી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
